Skip to content

Mobile Sahay Yojana: ખેડૂતો માટે ખુશીના સમાચાર,ગુજરાત સરકાર ખેડૂતોને ચૂકવશે રૂપિયા ૬૦૦૦/- ની સહાય

  • by

મોબાઈલ સહાય યોજના : હેલ્લો મિત્રો,આજે આપણે નવી સરકારી યોજના વિશે જાણીએ, તો આ સરકારી યોજનાનું નામ મોબાઈલ સહાય યોજના આ છે. મોબાઈલ સહાય યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, મોબાઈલ સહાય યોજનામાં લાયકાત શું છે, મોબાઈલ સહાય યોજના મળવા પાત્ર રકમ શું છે, મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ, મોબાઈલ સહાય યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું, મોબાઈલ સહાય યોજનામાં ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, મોબાઈલ સહાય યોજનાનો લાભ શું થશે, મોબાઈલ સહાય યોજના માટે પાત્રતા ધોરણ શું છે, મોબાઈલ સહાય યોજનામાં ફોર્મ Offline Mode હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું, ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ સરકારી યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે આ લખાણ દ્વારા સમજીએ તો આ લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. આવી સરકારી યોજનાઓ, સરકારી નોકરી, આજનાં સમાચાર, તમારા જીવનમાં ઉપયોગી બને તેવી માહિતી અમે સમજાવીએ છીએ અને વધુ માહિતી માટે અમારી આ Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લો.

મોબાઈલ સહાય યોજના

યોજના નું નામ મોબાઈલ સહાય યોજના
લાભાર્થી ગુજરાત નાં ખેડૂતો
સહાય રૂપિયા 6000 હજારની સહાય અથવા 40% મોબાઈલ પર લોન 
આ યોજનાનો ઉદ્દેશ્ય ખેતી ક્ષેત્રે વિકાસ અને ડિજીટલ સેવાઓ 
અરજીનું માધ્યમ  ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ  i khedut Portal

મોબાઈલ સહાય યોજનાનો હેતુ

  • ગુજરાતના ખેડૂતો ડિજિટલ સેવાનો વધુમાં વધુ લાભ લે તે માટે સરકાર દ્વારા ઉપયોગી આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલ દ્વારા મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતોને મોબાઈલ ખરીદી કરી શકે તે માટે સહાય આપવામાં આવશે.

મોબાઈલ સહાય યોજના માટે પાત્રતા ધોરણ

રાજ્યના ખેડૂતોને મોબાઈલની ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ખેડૂત લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર આ યોજનાનો લાભ મળશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
  • આ સહાય ફક્ત મોબાઈલની ખરીદી માટે જ રહેશે. મોબાઈલ માટેની અન્ય સાધનો જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ આ યોજનામાં સમાવેશ થશે નહીં.

મોબાઈલ સહાય યોજના માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ ?

  • મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.
  • ખેડૂતની આધારકાર્ડની નકલ
  • રદ કરેલ ચેકની નકલ
  • બેંક એકાઉન્ટની ખાતાની પાસબુક
  • મોબાઈલ ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
  • ખરીદી કરેલ મોબાઈલનો IMEI નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
  • AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટ માટે  અહીં ક્લિક કરો 
ફોર્મ ભરવા માટે  અહીં ક્લિક કરો 
હોમ પેજ માટે અહીં ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *