IPL 2024 : IPL 2024ની શરૂઆતથી પ્રથમ એક ટીમને મોટી ઝટકા લાગ્યો છે. ટીમનો એક યુવા ખેલાડી આઈપીએલના આગામી સીજનથી બહાર થઈ રહ્યો છે. મિત્રો આજે અમે તમને જણાવીશું કે ગુજરાત ટાઇટન્સનો એક યુવા ખેલાડી IPL 2024 ની લીગ માંથી બહાર થશે.
IPL 2024 ની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો કરશે. અને ગુજરાત ટાઈટ્સ IPL 2024 અભિયાનની શરૂઆત 24 માર્ચ, અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ. પરંતુ આ માટે પહેલા ગુજરાત ટાઈટન્સનો એક મોટો ઝટકો લગાવ્યો છે.
ગુજરાત ટાઈટન્સનો એક મોટો ઝટકો
તાજેતરમાં યુવા ખેલાડી રોબિન મિન્ઝ ઈજાગ્રસ્ત થયો હતો. રોબિન મિન્ઝનો બાઇક અકસ્માત થયો હતો. જેના કારણે આ ખેલાડીને તેના જમણા ઘૂંટણમાં થોડી ઈજા થઈ હતી. 21 વર્ષનો રોબિન મિન્ઝ કાવાસાકી સુપરબાઈક ચલાવી રહ્યો હતો અને સામેથી આવતી બાઇક સાથે અથડામણ એટલી ગંભીર હતી કે તેની બાઇકનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. IPL 2024ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે રોબિન મિન્ઝને 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે રોબિન મિન્ઝ ઈજાના કારણે IPLની આખી સિઝન ચૂકી જશે.
ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરાએ આ અપડેટ આપી હતી
ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરાએ એક અપડેટ આપ્યું છે કે IPL 2024 દરમિયાન રોબિન મિન્ઝના સ્વસ્થ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. આવી સ્થિતિમાં રોબિન મિન્ઝ આ વર્ષે IPL રમે તેવી શક્યતા નથી. આશિષ નેહરાએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ અમે મિન્ઝ જેવા ખેલાડીને લઈને પણ ઉત્સાહિત છીએ.