Gujarat Varsad Aagahi : મિત્રો આજે આપણે ગુજરાતમાં વાતાવરણની વાત કરીયે છીએ આજે મિત્રો ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી,આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ અને કરા પડશે, ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત જ તોફાની માવઠા અને વરસાદથી થઈ છે. મિત્રો માર્ચ મહિનાના શરુઆતમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગઈકાલથી બનાસકાંઠા, પાટણ, ભાવનગર, કચ્છ, અમરેલી જિલ્લાઓમાં કમોસમી માવઠું વરસ્યું છે. ત્યારે હજી પણ ગુજરાત માટે ભારે દિવસો છે. કારણ કે, આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી આટલા જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે અતિભારે વરસાદની આગાહી છે. તો આ વરસાદની સાથે જ 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે.
આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
આજે આ જિલ્લામાં વરસાદ પડશે; બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, મોરબી, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
આ પણ વાંચો: તમને આધાર કાર્ડનો ઉપયોગ કરીને વ્યવસાય માટે 2.5 લાખ રૂપિયાની વ્યક્તિગત લોન તરત જ મળશે
7 માર્ચ માટે ફરીથી વરસાદ પડશે અને વાતાવરણ બદલશે
આગાહીકારે કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો જોવામાં આવશે. આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળછાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ થી પૈસા કેવી રીતે કમાવવા, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી મહિને 50,000 કમાવો
અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ, અમૂક ભાગમાં અતિભારે વરસાદ અને પવન ફૂકાશે અને ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો સૂર્ય,ચંદ્ર, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે.